સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: દિપાલી સોમૈયા



તાલીઓના તાલે માડી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત, આવી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત, આવી પૂનમની રાત …

સોના ગરબો શિરે માડી રૂપલીયાની વાટ રે,
ચાચર ચોકે ઘૂમે માડી, શોભાનો નહીં પાર રે,
જગત આધાર રે …
પૂનમની રાત, આવી પૂનમની રાત …

ગરબે ઘૂમતાં સૈયર સંગે માડી ચાચર ચોક રે,
અંબાજીનો ગરબો ચાલ્યો, રળિયાળી છે રાત રે,
તારલાની ભાત રે ..
પૂનમની રાત, આવી પૂનમની રાત …

આરાસુરની રાણી, વિનવે આજ તમારો દાસ રે,
દીનદયાળી દેવી અમને રાખજે રણની પાસ રે,
એક જ છે આશ રે …
પૂનમની રાત, આવી પૂનમની રાત …