કોઈના અનહદ સ્મરણમાં – માધવ રામાનુજ

આલ્બમ: શબ્દ પેલે પાર

સ્વર: હિમાલી વ્યાસ નાયક



કોઈના અનહદ સ્મરણમાં, આંખ ભીની,
કોઈ અનહદના સ્મરણમાં, આંખ ભીની.

ક્યાંકથી પીછું ખરે છે, મૌન રહીને,
એમ કલરવના સ્મરણમાં, આંખ ભીની.

વાદળો આવ્યા છતાંં, છાયા બનીને,
એ પછી રણના સ્મરણમાં, આંખ ભીની.

કોઈ છત્રી લઈને ઉભું છે, એ વળાંકે,
પહોંચવાના વિસ્મરણમાં, આંખ ભીની.