આલ્બમ: ઐશ્વર્યા

સ્વર: અશ્વૈર્યા મજમુદાર



શ્યામ બીના દુસરો કોન સુખદાઈ
અંગ અંગમાં ઉમંગ આનંદ, અમરત રસમાં નાહીં

આતમના આ કુંભમાં જો ને લીલાં લીલાં પાન
લાભ-શુભનાં લયમાં વહેતાં ગીત નવા અણજાણ
જીવન આ વૃંદાવન મારું, છાઈ સકળ વનરાઈ
શ્યામ બીના દુસરો કોન સુખદાઈ

શ્યામલ શ્યામલ પવન સુગંધી, ધરતી આભ પણ શ્યામલ
સાવ સુકોમળ મોરપિચ્છ જેવું મન મારું પાગલ
વાદળ ચમકે, વીજળી ગરજે, વર્ષાની વધાઈ
શ્યામ બીના દુસરો કોન સુખદાઈ