વાત કરશો ના – નાઝિર દેખૈયા

આલ્બમ: હો ફકિરા

સ્વર: સંજય ઓઝા



અગમની વાત કરશો ના, નિગમની વાત કરશો ના
ગતાગમ હોય ના એને મરમની વાત કરશો ના

સિતમ કરનારની પાસે પ્રસારો ના કદી પાલવ
ક્ષમા સમજે નહીં તેને રહેમની વાત કરશો ના

તમે શું છો, તમે ક્યાં છો, બધીયે જાણ થઈ ગઈ છે
ખુદા ખાતર હવે કંઈ ભરમની વાત કરશો ના

નમનથી જેને મતલબ એને શું સુરત કે મુરતથી
કવિ પાસે કદી ‘નાઝિર’ ધરમની વાત કરશો ના