આલ્બમ: ગુલમહોર
સ્વરકાર: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સમૂહ ગાન
0:00 / 0:00
હે.. ઝેરી કાળોતરો ડંખે,
તોય મીઠો લાગે રે કાંય મીઠો લાગે
મારી આરપાસ શેરડીનો સાંઠો,
આરપાસ શેરડીનો સાંઠો રે લોલ..
વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;
પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે !
હે જી તાણો આ રેશમની ગાંઠો,
તાણો આ રેશમની ગાંઠો રે લોલ..
વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલા દિવેલ!
નીતરતું ઘેન મારે અંગે રે,
કાંઈ ભીનું લાગે, કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ..