અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા – મનોજ ખંડેરિયા

આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક

સ્વરકાર: અમર ભટ્ટ

સ્વર: અમર ભટ્ટ



રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા