Home > કરસનદાસ માણેક, પ્રાર્થના-ભજન > જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવન અંજલી થાજો..
મારું જીવન અંજલી થાજો..

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખીયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો.
મારું જીવન અંજલી થાજો..

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો.
મારું જીવન અંજલી થાજો..

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો.
મારું જીવન અંજલી થાજો..

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો.
મારું જીવન અંજલી થાજો..

Please follow and like us:
Pin Share
  1. December 23rd, 2007 at 18:04 | #1

    અદભૂત!
    શાળાના દિવસો યાદ આવી ગયા.

  2. Aakash
    January 25th, 2008 at 08:28 | #2

    Extraordinarily great!

  3. Kinjal
    January 26th, 2008 at 05:15 | #3

    Very Good!

  4. January 28th, 2008 at 23:15 | #4

    અરે વાહ…આ કયા ધોરણ માં આવતી હતી નીરજ..!!?? 🙂 કદાચ ૮મા ઘોરણ માં આવતી હતી, નહી..!! તુ તો યાર , બાળપણ સામુ લાવી દે છે..સરસ ..અને.. આભાર..

  5. March 20th, 2008 at 05:55 | #5

    હાટકે

  6. Dharmesh Vyas
    July 30th, 2008 at 18:28 | #6

    મારી દિકરી કેશા ની કવિતા સાંભળી બાળપણ ના દિવસો યાદ આવિ ગયા,ધોરણ ૬ ની કવિતા.

  7. Rekha Sindhal
    September 6th, 2008 at 17:53 | #7

    આભાર !

  8. Apexa
    October 18th, 2008 at 00:55 | #8

    નિરજ ભાઈ,

    ખુબ ખુબ આભાર્ !

  9. February 25th, 2009 at 14:14 | #9

    creating this site is as noble work as a doctor serving in tribal area or a soldier defending border. Abhinandan and Runswikar of those who funded this site.

  10. September 11th, 2009 at 07:22 | #10

    SCHOOL NA DIVASO NI YAAD AAVI GAI…..

  11. February 4th, 2010 at 22:21 | #11

    Very Good Bhajan

  12. Bhupesh Patani
    March 30th, 2011 at 17:30 | #12

    અમારી ધી ન્યુ પ્રાયમરી સ્કૂલમાં આ પ્રાર્થના હતી. દરરોજે સવારે ૭.૦૦ વાગે અમે આ પ્રાથના કરતા. અતિશય સુખની પળો …

  13. PIYUSH THUMAR
    June 21st, 2012 at 17:38 | #13

    અદભૂત!
    શાળાના દિવસો યાદ
    આવી ગયા.

    કેટલું સુંદર બદલીને આપે છે

    યાદોમાં મને,

    એક નાનું બાળપણ

    મારા જીવનના અંત સુધી….!

  14. manilalmaroo
    February 12th, 2013 at 17:11 | #14

    old is gold.

  1. No trackbacks yet.