કહું છું જવાનીને… – અવિનાશ વ્યાસ

આલ્બમ: અમર સદા અવિનાશ

સ્વર: સોલી કાપડિયા



કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે