ફિલ્મ: કુલવધુ
સંગીત: કલ્યાણજી - આનંદજી
સ્વર: લતા મંગેશકર
મને ઘેલી ઘેલી જોઈ, મને પૂછશે જો કોઈ,
ગોરી બોલ તારા નૈનોમાં શું છે?
હું તો કહી દઈશ નૈનોમાં તું છે.
મેંતો મનગમતું મોતી લીધું રે ગોતી,
કોઈ જાણે ના જાણે,
આતો ભવની સગાઈ, હું તો ગુંથાઈ,
મનને તાણે-વાણે..
દુનિયાજો પૂછશે કે મનડામાં શું છે?
હું તો કહી દઈશ મનડામાં તું છે.
તારા રંગે રંગાઈ પ્રીતે ભીંજાઈ ચૂંદડી મારી કોરી,
મારા સપનામાં આવી, મુજને લુભાવી,
હૈયું લીધું છે ચોરી..
દુનિયા જો પૂછશે કે હૈયામાં શું છે?
હું તો કહી દઈશ કે હૈયામાં તું છે.