આલ્બમ: અપેક્ષા

સ્વર: મનહર ઉધાસ



“તમને સમય નથી ને મારો સમય નથી.
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.”

– બાપુભાઈ ગઢવી

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે.

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે.

મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે.

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે.