આલ્બમ: આવાઝ
સ્વર: મનહર ઉધાસ
0:00 / 0:00
પાંપણની આડે હાથ મારા દઈ દીધાં છે મેં,
સૂરજને રોકવાનાં પ્રયત્નો કીધાં છે મેં.
તારાથી દૂર તોય ભલા થઈ શક્યો છું ક્યાં?
તારાથી દૂર દૂરનાં રસ્તા લીધાં છે મેં.
મારી વફાને શહેરમાં તારી વફા કહી,
તારા ઘણા ગુનાહોને બક્ષી દીધાં છે મેં.
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું,
નહીંતર તો ઘાટ ઘાટનાં પાણી પીધાં છે મેં.