તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુઆકાર, ગઝલ, દિલેરબાબુ, મનહર ઉધાસ આલ્બમ: આકારસ્વર: મનહર ઉધાસ તું ઝરુખેથી જરા ડોકાય છે, વિશ્વ આખું ચાંદનીમાં ન્હાય છે. જે તરફ તારા મળે પગલાં મને, ત્યાં જવાનું મન વધારે થાય છે. જે લખી’તી મેં ગઝલ તારા વિષે, આજ લાખો પ્રેમીઓ એ ગાય છે. એક તારા રૂપની જોવા ઝલક, આયખું આખુંય વીતી જાય છે.