તારા સૌ બાળક પ્રભુ – રતિલાલ નાઇક

આલ્બમ: હસતા રમતા

સ્વર: દ્રવિતા ચોક્સી



તારા સૌ બાળક પ્રભુ, તારો માંગે સાથ;
ઝાલી હાથ ચલાવ તું, દોરી સાચી વાટ.

કાને સાચું સાંભળે, સાચું દેખે નૈન;
કામ બધાં સાચાં કરે, સાચાં કાઢે વેણ.

રમે બધાંયે સાથમાં જમતાં સાથે તેમ;
ભળી બધાં ભેગાં મળી રાખી ઉંચી નેમ.

જગમાં સૌ સુખીયા બને, સાજા ને બળવાન;
સ્થાય ભલું સૌ કોઈનું, બધાં બને ગુણવાન.