Home > ગઝલ, રમેશ પારેખ, શ્યામલ મુન્શી > આંખોમાં આવી રીતે – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે – રમેશ પારેખ

December 8th, 2008 Leave a comment Go to comments

સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

Please follow and like us:
Pin Share
 1. sujata
  December 8th, 2008 at 19:47 | #1

  very very expressive words…..

 2. DIPAK SHAH
  December 29th, 2008 at 18:33 | #2

  તમારી ગીત અને ગઝલની પસંદગી બહુ સરસ હોય છે.મને બહુ જ ગમતી ગઝલ શ્યામલને સાભળવાનિ મજા આવિ

 3. January 3rd, 2009 at 14:24 | #3

  ખઉબ સરસ ગઝલ છે.

 1. No trackbacks yet.