આલ્બમ: Gujarati Classics
સ્વર: આશા ભોંસલે
જરા થોડી જગા તારા જીગરમાં દે,
બડો અહેસાન થઈ જાશે;
નહીં તો ખાલી દિલમાં
દિલના અરમાન રહી જાશે.
નજરના એક ખૂણામાં જરી જો બેસણું તું દે,
ભરી દે દમ મીઠો હરદમ મને તારા ચરણમાં લે.
ભલે બોલે કે ના બોલે
જીવન કુરબાન થઈ જાશે.
સૂરા ને સુંદરીની અહીં મહેફિલ જામી છે,
બધું છે અહીં સદા હાજર
છતાં એક દિલની ખામી છે.
લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઈ જાશે.