આલ્બમ: સમન્વય ૨૦૦૮
સ્વર: આલાપ દેસાઈ
0:00 / 0:00
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.
થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર?
એનામાં માનતો હુંયે થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.