જા રે ઝંડા જા – અવિનાશ વ્યાસ

January 26th, 2009 Leave a comment Go to comments

Tirango

સ્વર: શ્યામલ મુન્શી, આરતિ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઈને મગન, લહેરા જા..

મૂકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા. જા..
જા રે ઝંડા જા..

શહીદ થઈને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઈ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા..
જા રે ઝંડા જા..

દિવાલ થઈને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાનો રંગ ઢળે

આભને બુરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા..
જા રે ઝંડા જા..

Please follow and like us:
Pin Share
  1. January 26th, 2009 at 14:21 | #1

    જય હિંદ ….!

  2. Ghanshyam Patel
    February 25th, 2009 at 04:39 | #2

    મને રાષ્ટ્ર્ગીતો બહુ ગમે આવાં ગીતોમાં ઝંડા ઉચા રહે હ્મમારા, વંદે માતરમ , મને જોવા ન મળ્યું હોય તો આપવા વિનંતિ છે આપનો હૃદયપૂવર્વ્કનો આભરી છુ.

  3. Bharat Sachania London
    November 21st, 2009 at 20:51 | #3

    આપ્ શ્રિ નો ખુબજ આભાર્

  1. No trackbacks yet.