જ્યારે પ્રણયની જગમા – આદિલ મન્સુરી

આલ્બમ: આગમન

સ્વર: મનહર ઉધાસ



“એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળખાય ગઝલ”

જ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક,
રસ્તામા તારી સાથે મુલાકાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…

ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…

ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમા,
તારાજ રુપ-રંગ વિશે વાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…

‘આદિલ’ને તે દિવસ થી મળ્યુ દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસ થી શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…