Home > ગીત, ધ્રુવ ભટ્ટ, રાસબિહારી દેસાઈ > તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે? – ધ્રુવ ભટ્ટ

તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે? – ધ્રુવ ભટ્ટ

April 29th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન/સ્વર: રાસબિહારી દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે ગાયાં આકાશભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ,
આપણે એવડાં તે કેવડાં જે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ.
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં,
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં.
અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    April 30th, 2009 at 17:35 | #1

    સુંદર ગીત.
    નીરજભાઇ આપનું કલેક્શન સારું છે.

  2. suresh maniaar
    November 30th, 2010 at 14:45 | #2

    નીરજભાઈ,
    ધ્રુવભાઈ નાં ગીતો નું એક કલેક્શન છે તમારી આ સાઈટ પર મૂકો તો સારું

    સુરેશ

  1. No trackbacks yet.