Archive

Click play to listen all songs in ‘મુકેશ’ Category
This text will be replaced by the flash music player.

આવો તોય સારું ન આવો તોય સારું…

April 17th, 2007 9 comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રિતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રિતની સગાઇમાં

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાવો તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘુ તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

taintedsong.com taintedsong.com taintedsong.com

પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

March 22nd, 2007 21 comments

સ્વર : મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો

પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

taintedsong.com taintedsong.com taintedsong.com

ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા

March 22nd, 2007 11 comments

સ્વર : મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારીઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ
સાથે રમતા સાથે ભમતાંસાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યુંવાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…મને તારી…(2)
ઓ નીલગગનનાં પંખેરુ તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરું….
મોરલા સમ વાટલડી જોઉંઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2)
ઓ નીલગગનનાં પંખેરું….

taintedsong.com taintedsong.com taintedsong.com