હું તને પ્રેમ કરું છું – તુષાર શુક્લ

June 23rd, 2010 2 comments
સ્વર:નયન પંચોલી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
——————————————
સાભાર: નયનભાઈ પંચોલી

taintedsong.com taintedsong.com taintedsong.com

રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ

June 22nd, 2010 4 comments
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં
આવકારા દેશું સાનમાં
હરિ સંગ નહીં બોલીએ

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહીં બોલીએ

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું
મુખવાસા દેશું પાનમાં
હરિ સંગ નહીં બોલીએ

મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દઈ દેશું દાનમાં
હરિ સંગ નહીં બોલીએ

taintedsong.com taintedsong.com taintedsong.com

તમારી એ આંખોની – યામિની ગૌરાંગ વ્યાસ

June 21st, 2010 7 comments
આલ્બમ:અન્ય
સ્વર:શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

taintedsong.com taintedsong.com taintedsong.com

પાછલી તે રાતનો – અવિનાશ વ્યાસ

June 9th, 2010 5 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૮
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાછલી તે રાતનો પડછાયો બોલે રે,
જંપેલા જીવડાને આવી ઢંઢોળે.

કેમ નથી આવવું, બાંધ તારી ગાંસડી
ક્યાં સુધી મ્હાલવું..
જનમ્યાંનું સાથી કો દૂર થકી વોલે રે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..

જનમ્યું જીવતરની ભેળું મરણું તું ભૂલ્યો
ને જગની ગોઝારી ડાળીએ બહુએ તું ઝૂલ્યો.
હાલ હવે હિંચવાને નોખે હિંડોળે..
પાછલી તે રાતનો પડછાયો બોલે રે..

taintedsong.com taintedsong.com taintedsong.com

મન માને તબ આજ્યો – ઉશનસ્

June 7th, 2010 1 comment
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અશ્વૈર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મન માને તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહી રોકાશે?
લ્યો ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે તેડો,
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો,
બે ઘડી રોકાઈ જાજ્યો રે.

મૂકી ગયા જે પગલાં,
તેની ધડાકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક,
અમો તો હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે.

taintedsong.com taintedsong.com taintedsong.com