રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ

June 5th, 2010 1 comment

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછા પીંછા,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?
છીપની દીવાલ બંધ,
કણ રેતીનો,
સહારા જેવો.

સ્વાતિનો આ સમય
આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વિખરાતા!
દરિયાનાં મોજાંય મગર થઈ મરજીવાને ખાતાં!
કાંઠો હોડી ગળી રહ્યો છે…
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર ! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

taintedsong.com taintedsong.com taintedsong.com

જીવનના નામની સાથે – જલન માતરી

June 4th, 2010 1 comment
આલ્બમ:હળવે હાથે
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:જયેશ નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

June 3rd, 2010 3 comments
આલ્બમ:સંવેદન
સ્વર:પાર્થિવ ગોહિલ, સાધના સરગમ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગાગરમાં પાણી છલકવાનું છે
જોબનિયું આજે ઝલકવાનું
જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે
ગાગરમાં પાણી..

કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે
મઢૂલી બનાવી કાન્હાની સંગ
મુરલીના નાદે મટકવાનું છે
ગાગરમાં પાણી..

નજર્યુંથી નજરને મળવાનું છે
ઝરમર ઝરમર વરસવાનું છે
ફૂલોની સંગે મહેકવાનું છે
લજામણી થઈ શરમવાનું છે
ગાગરમાં પાણી..

ઊભરતી ઉંમરને તલસવાનું છે
આશિક આ દિલને બહેકવાનું છે
મુખડું તમારું પૂનમવાનું છે
મધરાતે શમણામાં મળવાનું છે
ગાગરમાં પાણી..

taintedsong.com taintedsong.com taintedsong.com

કોઈના અણસારે – જગદીશ જોષી

June 2nd, 2010 3 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:પરેશ ભટ્ટ
સ્વર:શિવાંગી દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક જાણે છબછબીયા વ્હેણમાં
પણ ઊંડા વમળાય એ આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણના કપાય
નહીં માપ્યા મપાય વ્હેણ પ્યારના
દરિયાને નાથવાની લ્હાયમાં ને લ્હાયમાં
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢ નાલી રાખી હવે બાંધી છે નાવ
એની વાયરાને થોડી તો જાણ છે.

લીલીછમ વાડીમાં ગોફણના ઘાવ
હવે ઠાલા હોંકારા હવે ઠાલા
પંખી તો ટાઢકથી ચુગે છે આમ તેમ
ઉડે છે ચાડીયાના માળા
વેલને તાણો તો સમજીને તાણજો
આસપાસ થડનીયે તાણ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

કીડી સમી ક્ષણોની – રાજેન્દ્ર શુકલ

June 1st, 2010 7 comments
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લાગણી, લગાવ, લહેરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વત ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કરી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું એ નથી તો જળહળ પડાવ શું છે?
———————————————-
સાભાર: પંચમ શુક્લ

taintedsong.com taintedsong.com taintedsong.com