Home > ગીત, મિતાલી સીંગ, રમણભાઈ પટેલ > પ્રિય આવો ને – રમણભાઈ પટેલ

પ્રિય આવો ને – રમણભાઈ પટેલ

સ્વર: મિતલી સિંઘ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ કંપે શાને ઉર રાંકડું, પ્રિય આવો ને!
મારું મન ઝાલ્યું નવ જાય, પ્રિય દોડી આવો ને!

કેવળ દર્દને, નહીં કાંઈ બીજું, પ્રિય આવો ને!
આ ઉર આડે અંગાર, પ્રિય દોડી આવો ને!

ખીલ્યાં ફૂલની રેલી છે સુવાસ, પ્રિય આવો ને!
મહેકે બહેકે મારો શ્વાસ, પ્રિય દોડી આવો ને!

આજે અંગ અંગ, જાગે રે ઉમંગ પ્રિય, આવો ને!
સંગ સંગ વરસે પ્રેમરંગ, પ્રિય દોડી આવો ને!

Please follow and like us:
Pin Share
  1. June 24th, 2009 at 19:33 | #1

    સરસ અભિવ્યક્તિ. અવાજ ગમે એવો છે.

  2. chandralekha
    November 25th, 2010 at 05:41 | #2

    આંખ બંધ કરી ને સાંભળવું ગમે એવું સુમધુર ગીત.

  1. No trackbacks yet.