આજ મારું મન – ઉમાશંકર જોશી

આલ્બમ: હસ્તાક્ષર

સ્વર: શ્રેયા ઘોષલ



આજ મારું મન માને ના, માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું.
વાત મારી લે કાને ના, કાને ના.

ચાલ પણે છે કોકિલ સારસ,
આવ અહીં છે મીઠી હસાહસ;
દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના, બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા.
કેમ મળે તું આને ના, આને ના.