પ્રિય આવો ને – રમણભાઈ પટેલ

આલ્બમ: હસ્તાક્ષર

સ્વર: મિતાલી સીંગ



આ કંપે શાને ઉર રાંકડું, પ્રિય આવો ને!
મારું મન ઝાલ્યું નવ જાય, પ્રિય દોડી આવો ને!

કેવળ દર્દને, નહીં કાંઈ બીજું, પ્રિય આવો ને!
આ ઉર આડે અંગાર, પ્રિય દોડી આવો ને!

ખીલ્યાં ફૂલની રેલી છે સુવાસ, પ્રિય આવો ને!
મહેકે બહેકે મારો શ્વાસ, પ્રિય દોડી આવો ને!

આજે અંગ અંગ, જાગે રે ઉમંગ પ્રિય, આવો ને!
સંગ સંગ વરસે પ્રેમરંગ, પ્રિય દોડી આવો ને!