Home > આશિત દેસાઈ, ગઝલ, સુરેન ઠાકર 'મેહુલ' > કલરવો – સુરેન ઠાકર ‘મેહુલ’

કલરવો – સુરેન ઠાકર ‘મેહુલ’

સ્વર: આશીત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી, આજેય બચપણ સાંભરે

આયખા આડે જો ધુમ્મસ હોય, તો પણ સાંભરે
ક્યાંક બિંબાયો હતો, એ મનનું દર્પણ સાંભરે

ગ્હેક પીધી ને, રમેરગથી, કસુંબલ થઈ ગયો
આયખે અનહદ ભર્યો, એ ટહૂકે સાજણ સાંભરે

કો’ક દિ એવું બને, કે આંખમાં આંધી ચઢે,
કો’ક દિ એવું બને, કે વાત બે ત્રણ સાંભરે

Please follow and like us:
Pin Share
  1. Khyati
    June 18th, 2009 at 08:37 | #1

    ખરેખર સાંભરે છે બધું… સરસ રચના છે. અને ઉપરથી આશિત દેસાઇ નો અવાજ. મજા આવી ગઇ . આ નવું સ્વરૂપ અને સગવડ ખરેખર માણવા લાયક છે. રેડિયો અને mobile edition both amazing. મારો તો આ જગત જોડે જે થોડો ઘણો પરિચય છે તેનું કારણ કદાચ આ રણકતો રણકાર જ છે. આભાર, DD.

  2. June 18th, 2009 at 14:37 | #2

    સરસ રચના.

    નીરજ, વેબ-સાઈટનું આ નવું સ્વરૂપ ગમ્યું.

  3. Jayant Mehta
    June 18th, 2009 at 20:42 | #3

    WHAT A JOY TO LISTEN TO ASHIT DESAI SINGING THIS MELODIOUS SONG. LONG LIVE NIRAJ AND ALL THE ARTISTE THAT PERFORM WITHIN THIS WEB SITE.

  4. Bhairavi
    June 30th, 2009 at 16:07 | #4

    ખરેખર ખુબજ સરસ રચના છે.

    ભૈરવી, વડોદરા

  5. July 3rd, 2009 at 19:13 | #5

    ખુબ સરસ રચના અને સરસ અવાજ,નિ. આ નવુ રુપ ગમ્યુ ભાઈ

  6. યજ્ઞાંગ પંડયા
    January 31st, 2012 at 14:23 | #6

    અરે એકદમ મસ્ત શબ્દો અને સ્વરાંકન

  7. Rishit Jhaveri
    February 16th, 2012 at 22:01 | #7

    વારંવાર સાંભળવાનું મન થતું જ રહે એવું સ્વરાંકન અને શબ્દો……..

  1. No trackbacks yet.