અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ ઝા
સ્વર: સોલી કાપડીઆ
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી
અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં
અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન
અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
Related posts:









આ ગીત ગઝલ સાઁભળી શકાય ??
http://www.readsetu.wordpress.com
સુંદર રચના…
લતાબેન, જો આપ અહીં ન સાંભળી હ્સકો તો ટહુકો.કોમ પર મુલાકાત લેશો… ત્યાં આ ગીત મળી જશે…
લતાબેન,
રણકાર પર મુકેલ દરેક ગીત સાંભળી શકાય છે. દરેક ગીતના શબ્દો પેહલા જ ઓડિઓ પ્લેયર છે. જો તમે પ્લેયર જોઇ ના શકતા હો તો તમારે ફ્લેશ પ્લેયર ઇન્સટોલ કરવું પડશે. એ માટે આ લિંક જુઓ. http://www.adobe.com/products/flashplayer/ આશા રાખુ કે ત્યારબાદ તમે સાંભળી શકશો. તેમ છતાં પણ જો ન સાંભળી શકો તો મને જણાવશો.
વિવેકભાઇ,
તમારા કિધા બાદ મેં ટહુકો પર આ ગીત શોધ્યું પરંતુ ત્યાં તેના માત્ર શબ્દો જ છે. સાંભળી શકાય એમ નથી. . ટહુકો પર આ ગીત અહિં જુઓ&l
khub j saras rachanao sambhalava mali
abhinandan
after a long time, some real concrete work for “gujarati bhasha” seems to be done
congratulations !
સુપેર્બ્……………
પ્રેમ ની અનુભુતિ અને પ્રેમ નો એહ્સાસ્………………….
ધન્ય ગુજરાત અને ધન્ય ગુજરતીઓ
ખૂબ સરસ. સુંદર એકદમ હરદય ની આરપાર નીકળી જાય તેવા શબ્દ છે.
thanks nirajbhai i love this song