જવાય છે – અમૃત ઘાયલ

March 21st, 2016 Leave a comment Go to comments
પ્રસ્તાવના: અમર ભટ્ટ
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

Please follow and like us:
Pin Share
  1. vrajlal
    March 23rd, 2016 at 05:27 | #1

    અતિ સુંદર ગઝલ

  2. kanchankumari p parmar
    April 20th, 2016 at 09:59 | #2

    અધુરો મૂકી જામ અમે તો આમજ ચાલી જાશું…..
    ભરો હવે તમે આ અમૃત ના ઘુંટડા….
    અમે તો મરી ને ય પાછા જીવી જાશું …..

  3. kanchankumari p parmar
    April 20th, 2016 at 10:17 | #3

    નથી પીધા જામ તોય ….આ કેવી અસર છે!!!!!!
    નથી પગે પાયલ તોય આ શાનો ઝનકાર છે ????? …..

    • Gital
      February 25th, 2017 at 17:30 | #4

      Very good i will share this…..

  4. મેવાડા ભાનુ ” શ્વેત
    November 3rd, 2016 at 05:04 | #5

    સરસ

  5. Vijay
    April 20th, 2017 at 09:42 | #6

    Nice

  6. yogesh chauhan
    January 14th, 2018 at 08:47 | #7

    Sunder

  1. No trackbacks yet.