ખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ

December 9th, 2015 Leave a comment Go to comments
આલ્બમ:નિરુદ્દેશે
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:અજિત શેઠ, નિરુપમા શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


[૧]

હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની !
… ભરતી અાવી ભૂર, હો ભૂરાં
અલબેલાનાં ઉછળે પાણી,
હેઈ રે હેલા અા…ય
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય,

ખારનો સાગર ખેડીએ, માછી !
રોજ ઋતુ, રોજ મોલ;
અાજની મ્હેનત અાજ ફળે,
નહિ કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.

લીજીએ એથી અદકાં અાવે
બૂમલાં અાપણ બેટ,
દુનિયાનાં કંઈ લાખ જણાનું
ભરીએ પોકળ પેટ;
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.

સૂંડલાં ભરી જાય રે અાપણ
સોન-મઢી ઘરનાર,
અાંખમાં એની ઊછળે
જોવનજળની ઘેઘૂર ઝાર,
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.

ન્હૈં મોતી, ન્હૈં ધોતી, કેવળ
કેડનું રેશમ ચીની,
ઘરદુવારે, ભરજુવાળે
કાય રહે રત ભીની.
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.

[૨]

હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા
હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા.

ભૈયા અાપણ હે એ ઈ ષા.
ધારીએ ધામણ હે એ ઈ ષા.
બાપને બોલે હે એ ઈ ષા.
તાણીએ જોરે હે એ ઈ ષા.
ધાઉના સોગન હે એ ઈ ષા.
જાય ના જોબન હે એ ઈ ષા.
અાલા રે અાલા હે એ ઈ ષા.
હે મતવાલા હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વીસ્કી સોડા હે એ ઈ ષા.
અો રે હે ઈ ષા.
જો રે હે ઈ ષા.
ભાલા હે ઈ ષા.
અાલા હે ઈ ષા.
ફાગણ હે ઈ ષા.
ફૂલે હે ઈ ષા.
સાવણ હે ઈ ષા.
ઝૂલે હે ઈ ષા.

હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા.
ધરિયા ખેડુ હે એ ઈ ષા.
જોય ના ટેઢુ હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વીસ્કી સોડા હે એ ઈ ષા.

સૌજન્ય: ઓપિનિયન

Please follow and like us:
Pin Share
 1. janakray bhatt
  December 11th, 2015 at 16:20 | #1

  ગીત ના શબ્દો માં તળપદી ભાસા નું પૂર્ણ જોમ છે, ગેય છે, અને દ્રશ્ય બનાવાય તો માની શકાય તેવું છે. કવિ અને ગાયકો ને ધન્યવાદ.

 2. janakray bhatt
  December 11th, 2015 at 16:44 | #2

  સોંગ has વિગોર ઓફ કોલોકુઅલ લન્ગુઅગે, and ઇસ સીન્ગબ્લે, can be enjoyed મોર ઇફ made visible thanks to પોએટ and singers

 3. rudraprasads bhatt
  December 13th, 2015 at 16:42 | #3

  ખુબ સુંદર સ્વરાંકન . તળપદા શબ્દો ની મજા કૈક ઓર છે.

 4. વિષ્ણુસહાય ત્રિવેદી
  January 14th, 2017 at 08:04 | #4

  પહેલી નજરે ગીત વાંચી તો લીધું.પણ આવા ગીતની ધૂન પણ બની શકે! શંકા હતી.સાંભળ્યા પછી..કોઇ પ્રશ્ન જ હાથ ન લાગ્યો.અજિતભાઈ શેઠની આ ખૂબીને સો સલામ. ગાનારાંઓની કમાલ પણ ઓછી તો નથી જ.સહુનો ઘણો જ આભાર.

 5. Akshay patel
  August 9th, 2023 at 17:44 | #5

  Bhsi re Aapna dukh nu ketlu jor … ae song Rajendra sir nu malti nathi .please help

 1. No trackbacks yet.