ઝંખના – ઉમાશંકર જોશી

December 17th, 2015 Leave a comment Go to comments
આલ્બમ:ગીતગંગોત્રી
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:રાસબિહારી દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..

Please follow and like us:
Pin Share
 1. December 18th, 2015 at 18:32 | #1

  kemcho

 2. janakray bhatt
  January 4th, 2016 at 03:46 | #2

  અણુ થી માંડી અનંત સુધી સર્વે ની જ્હાન્ખાના ને મૂર્ત સ્વરૂપ કવિશ્રી એ આપ્યું, અને રાસબિહારી ભાઈ ના ભાવવાહી સ્વરે ગવાયેલ ભજન . આનંદિત થયો.

 3. NAVNEET PATEL SURAT
  January 26th, 2017 at 06:14 | #3

  sir great & best BED Project work to lokgeet

 4. October 13th, 2018 at 14:45 | #4

  ખુબ જ સરસ

 1. No trackbacks yet.