આલ્બમ:
સાયુજ્યસ્વરકાર:
અમર ભટ્ટસ્વર:
અમર ભટ્ટ[audio src="http://rankaar.com/audio/Sayujya/Tame Badha Thi Alag Chho - Gaurang Thakar.mp3"]
તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો મહેંકની લ્યો દુકાન રાખું.
કશુંક કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દીવાને માટે હવાને આજે હું બાન રાખું.
ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝૂલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં બને તો થોડાં હું પાન રાખું.
હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું,
મેં ખોળિયાને કહી દીધું છે હું તારું ભાડે મકાન રાખું.
આલ્બમ:
સાયુજ્યસ્વરકાર:
અમર ભટ્ટસ્વર:
અમર ભટ્ટ[audio src="http://rankaar.com/audio/Sayujya/Rahasyo Ni Gufama - Manoj Khanderia.mp3"]
રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ‘ખુલજા સીમ સીમ’ ઉચરવું યાદ આવ્યું નહીં.
અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી,
ઘણાં યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહીં.
હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ,
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહીં.
કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર,
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં.
આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
અમર ભટ્ટસ્વર:
અમર ભટ્ટ[audio src="http://rankaar.com/audio/Videshini/Amne jal ni.mp3"]
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા..
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે,
ચકળવકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા..
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને મનમોજીલું વલખે
અલકમલકના રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયા..