આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે

March 17th, 2016 Leave a comment Go to comments
આલ્બમ:સપના લો કોઈ સપના
સ્વરકાર:દિલીપ ધોળકીયા
સ્વર:ફાલ્ગુની શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આગળ મોર્યાં મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા, તને કેમ ગમે પરદેશ?

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ,
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

Please follow and like us:
Pin Share
 1. Anila patel
  March 18th, 2016 at 14:52 | #1

  Mast madhuru geet ane etaloj saras svar anw kanth.
  Yogy samaye sabhalvani maja avi gai.

 2. Kuldeep Goswami
  March 18th, 2016 at 15:54 | #2

  ખુબજ મીઠો સ્વર છે, આ ગીતના રાગ, સરળ સંગીત એટલા ગમ્યા કે સળંગ બે દિવસથી સંભાળી રહીને હજુયે સંતોષ નથી થયો.

 3. kanchankumari p parmar
  March 20th, 2016 at 10:03 | #3

  આ ગીતે તો મારું મન મોહી લધુ !!!!!!!!!

 4. purvi
  March 20th, 2016 at 14:35 | #4

  Beautiful

 5. Priyesh Raychura
  March 23rd, 2016 at 06:46 | #5

  Very clean and sweet voice , lyrics just simply taking in flow of music… great music too.

 6. veena
  April 3rd, 2016 at 20:30 | #6

  ખુબજ સુંદર નવલું ગીત. બહુ લાંબા સમયે ફરી રણકાર સંભાળવા બેઠી છું એમ થાય છે કે કશું સાંભળવાનું બાકી ના રહે! નીરજ ભાઈ, આમજ ગીતો, ગરબા, ભજનો નો રસથાળ અમને વાચકોને પીરસ્યા કરશો આવી આપને નમ્ર વિનંતી . ગુજરાતી મારો અતિ પ્રિય વિષય છે અમાંયે એટલા સુંદર કવાનો સાંભળી તરસ્યાને પાનીડું વ્હાલું એમ તમે અમારી તરસ બુજાવો છો.ઈશ્વર તમારા આ સુંદર અભિયાનમાં હમેશા સાથ આપે એજ શુભ કામના .
  veena

 7. ભરત દવે
  October 8th, 2016 at 09:41 | #7

  વાહ વાહ. જય જય ગરવી ગુજરાત.

 8. રાઘવ જાની
  October 2nd, 2018 at 03:19 | #8

  ખરેખર મનહરી લીધુ

 1. No trackbacks yet.