Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગઝલ, મનોજ ખંડેરીયા, સાયુજ્ય > રહસ્યોની ગુફામાં – મનોજ ખંડેરિયા

રહસ્યોની ગુફામાં – મનોજ ખંડેરિયા

આલ્બમ:સાયુજ્ય
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ‘ખુલજા સીમ સીમ’ ઉચરવું યાદ આવ્યું નહીં.

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી,
ઘણાં યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહીં.

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ,
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહીં.

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર,
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં.

Please follow and like us:
Pin Share
  1. DEVENDRA
    May 8th, 2012 at 13:24 | #1

    ખરેખર સુંદર શબ્દો ને સુંદર સ્વર નો સાથ મળ્યો છે.મનોજભાઈ ની રચના અદ્ભુત તો છે જ, પણ અમરભાઈ નું ગાયન ક્યારેક રાસભાઈ ની યાદ અપાવી જાય છે.રણકાર ને ખુબજ અભિનંદન.આવીજ અન્ય રચના આપતા રહેશો. આભાર

  2. Maheshchandra Naik
    May 11th, 2012 at 01:20 | #2

    સરસ શબ્દો, સરસ સ્વરાંકન અને સરસ ગાયકી આનદ થઈ ગયો

  3. maan gohil
    May 24th, 2018 at 16:55 | #3

    ખુબ સરસ મારા મનગમતા કવિ છે મનોજ ખંડેરિયા સાહેબ.
    આપ થી શક્ય હોય કલાપીની રચના પ્રસ્તુત કરશોજિ✋

  1. No trackbacks yet.