Home > ગીત, દીપ્તિ દેસાઈ > તારી મહેરબાની નથી..

તારી મહેરબાની નથી..

સ્વર:દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તારી મહેરબાની નથી,
નીચોવી દિલ દીધું
તોય કદરદાની નથી.

અમારી વેણીની ઉપર રહ્યું છે ફૂલડું મહેંકી
સુવાસ એની મીઠી કોઈ થી અજાણી નથી.
તારી મહેરબાની નથી..

કહે સંસારીઓ શાણા પ્રેમીઓને આંખ નથી
ધરાઈ જોઈ લઉં આંખ જો રહેવાની નથી.
તારી મહેરબાની નથી..

દિલ કહે છે આંખને આ શું કર્યું, તેં શું કર્યું,
જોઈ લે તું રોઈ બેઠી, આવી બન્યું મુજ રાંકનું
તો આંખ બોલી ભૂલ થઈ, ભૂલ થઈ,
હું શું જાણું ગુલાબ દેશે ડંખ, આવું મજાનું ફૂલ થઈ
એવી એ પ્રિત કદી કોઈએ પિછાણી નથી.
તારી મહેરબાની નથી..

આંખમાં આંસુ હતા, હોઠ પર ફરિયાદ હતી
ભૂલાઈ વાત હવે કોઈને કહેવાની નથી.
તારી મહેરબાની નથી..

Please follow and like us:
Pin Share
  1. Najmuddin Bhabhrawala
    May 11th, 2012 at 02:01 | #1

    હું ગીત સંભાળવા માટે પ્લયેર પર ક્લિક કરું છું પરંતુ play થતું નથી.

    • May 11th, 2012 at 10:52 | #2

      I did checked it again. The song is playing fine. Must be error at your end.

  2. May 11th, 2012 at 04:29 | #3

    આભાર, સ્નેહિશ્રી મારા મનગમતા ગીતોમાંનું આ એક પુરેપૂરૂં વાંચવા અને સાંભળવા મળ્યું. આ રીતે આપના વિગતવારના રેડિયો સાંભળીને હમેશ અભિનંદન આપતો રહું છું. ગુજરાતીઓ માટે આપ સારી સેવા આપો છો. મારી પસંદની બે પ્રાર્થનાઓ આપ આ રીતે ઓડીયોમાં આપો એવી અપેક્ષા. ઈમેલથી એ મોકલું છું. વર્ષો પહેલાં ઓલઈન્ડિયા રેડિયો દીલ્હીથી પરદેશ માટે ગુજરાતીમાં એક કલાકનો કાર્યક્રમ આપતા એમાં દીપમાળા નામે અઠવાડિયામાં એકવાર અપાતા કાર્યક્રમમાં શ્રોતાઓની કૃતિ પ્રસ્તુત કરતા તેમાં ૧૯૫૦ના આરસામાં હું મારા કાવ્યો મોકલતો અને તેની રજુઆત થતી. આફ્રિકામાં ઝાંબિયાના લુઆન્શીયા ગામમાં થોડા ગુજરાતીઓ સાંજે આ કાર્યક્રમ ધ્યાનથી સાંભળતા જ્યારે ટીવી ન હતું. અને લોકો મને વધારે ઓળખતા થયા હતા.
    કૃપાળુ પરમાત્મા આપને ક્ષેમ કુશળતા સાથ આ રીતે સમાજ સેવા કરવાની શક્તિ આપો એ પ્રાર્થના…

  3. May 11th, 2012 at 14:45 | #4

    સરસ

  4. pathu.mobh
    August 1st, 2013 at 10:13 | #5

    Wah khoob mazaa aavi.thanx

  1. No trackbacks yet.