Home > તલત મહેમુદ, રમેશ ગુપ્તા > શાને ગુમાન કરતો – રમેશ ગુપ્તા

શાને ગુમાન કરતો – રમેશ ગુપ્તા

September 7th, 2009 Leave a comment Go to comments

સ્વર: તલત મહેમૂદ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“અરે ઓ બેવફા સંભાળ તને દિલથી દુઆ મારી
બરબાદ ભલેને થતો હું આબાદ રહે દુનિયા તારી.”

શાને ગુમાન કરતો ફાની છે જિંદગાની
આ રૂપને જવાની એક દિન ફના થવાની.
શાને ગુમાન..

રડતાઓને હસાવે, હસતાઓને રડાવે,
કુદરતની એક ઠોકર ગર્વિષ્ઠને નમાવે.
દુનિયામાં સિકંદરની પણ ના રહી નિશાની.
શાને ગુમાન..

પછડાય જલ્દી નીચે દેખાય છે ઉછાળો,
કુદરતે ચંદ્રમાં પણ મૂકયો છે ડાઘ કાળો.
સમજુ છતાં ન સમજે છે વાત મૂર્ખતાની.
શાને ગુમાન..

આ જિંદગીનો દીવો પળમાં બુજાઈ જશે,
ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ ખાશે.
માટે વિનય કરું છું બનતો ના તું ગુમાની.
શાને ગુમાન..

  1. Gandhi. M.D.
    September 7th, 2009 at 19:31 | #1

    ‘દુનીયામાં સિકંદરની પણ ના રહી નિશાની
    માટે વિનય કરું છું બનતો ના તું ગુમાની’

    શું સરસ ‘અફલાતૂન’ ગઝલ છે.

  1. No trackbacks yet.