Home > અમર ભટ્ટ, ગીત, વીરુ પુરોહિત > કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

October 19th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે..

આસપાસ દર્પણનો તડકો,
તું સૂરજના હોવાની ધારણા;
લાગણીનું રણમાં ચણાતું મકાન,
પારદર્શકતા સગપણના બારણા.
પડઘાતી દૂરતા નેવાની ધારમાં
કે ધોધમાર રોજ કોઈ વરસે.
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે.

રોજ રોજ આંખ્યુંમાં મળવાના પંખીઓ
ઈચ્છાનું આભ લઇ આવતા;
આપના સંબંધ સખી એવા કેહવાય
જાણે શીર્ષક વિનાની કોઈ વાર્તા.
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગુકુલ સળવળશે.
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે.

  1. October 19th, 2009 at 11:07 | #1

    ખુબ જ સુન્દર શબ્દો…! સરસ મોતી વિણી લાવો છો ..

  2. Gandhi M.D., U.S.A.
    October 19th, 2009 at 18:45 | #2

    સરસ રચના છે. શબ્દોની ગોઠવણી પણ બહુ સરસ કરી છે.

  3. Maheshchandra Naik
    October 19th, 2009 at 21:59 | #3

    સરસ રચના, સન્ગીતમય સ્વરાન્કન……

  4. smaran
    October 20th, 2009 at 17:39 | #4

    ઘણી જ સુન્દર રચના, સુન્દર સ્વરાન્કન, અમરભાઈએ સરસ રીતે રજુ કર્યુ છે.

  5. sudhir patel
    October 24th, 2009 at 17:30 | #5

    અમરભાઈનો સ્વર અદભૂત છે! માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

  6. યજ્ઞાંગ પંડયા
    June 7th, 2012 at 15:19 | #6

    ખુબ જ સુંદર સ્વરાંકન …સરસ મજા ના શબ્દો અને સુંદર અવાજ ..!!

  1. No trackbacks yet.