આમ ગણું તો કશું નહીં – દલપત પઢીયાર

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: ભરત પટેલ

સ્વર: ગાર્ગી વોરા



આમ ગણું તો કશું નહીં ને, આમ ગણું તો ઘણું,
પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?

કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ,
નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
ભૂલી ગયેલી વેળાના અહીં ખાલી ખેતર લણું.

ના છુટકે એક ઘેઘુર વગડો કાગળ ઉપર દોર્યો,
ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મોર્યો.
રથડા કેરા રંગ છાંયડે રોમ રોમ રણઝણું.