Home > ગઝલ, દિલીપ ગજ્જર > કેટલાયે માનવો – દિલીપ ગજ્જર

કેટલાયે માનવો – દિલીપ ગજ્જર

February 18th, 2010 Leave a comment Go to comments

સંગીત: નારાયણ ખરે
સ્વર: દિલીપ ગજ્જર

કેટલાયે માનવો આવી ગયાં
ખૂબ થોડા જિન્દગી જીવી ગયા.

ગામથી તો શહેરમાં જઈને વસ્યા
શહેરથી પરદેશમાં પહોંચી ગયા

આમ અમને આ ધરા નાની પડી
ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં

માનવીના મન સુધી તો ના ગયા
ઈશને પાડોશમાં ચૂકી ગયાં

ધ્યેય વિનાની ગતિથી દોડતાં
આખરે પાછા ઘરે આવી ગયાં

આવતા ઘરમાં જરા મોડું થયું
ક્યાં મને મૂકી ‘દિલીપ’ચાલી ગયા
——————————————————————-
આ ગઝલ મોકલી આપવા માટે શ્રી દિલીપભાઈનો ખુબ ખુબ આભાર.
આપ તેમનો http://leicestergurjari.wordpress.com/ પર સંપર્ક કરી શકો છો.

Related posts:

  1. Maheshchandra Naik
    February 18th, 2010 at 18:56 | #1

    ખૂબ થોડા જિન્દગી જીવી ગયા……..અસરકારક શબ્દૉ, થોડામાં ઘણુ કહી દીધુ છે….

  2. February 18th, 2010 at 22:32 | #2

    દિલીપભાઈ તમે ભાવથી આ ગઝલ ગીત ગાયુ…
    રણકાર હવે બધે પહોચાડશે!

  3. February 19th, 2010 at 17:59 | #3

    ફરી વાર માણવું ગમ્યું.

  4. vinod gandhi
    March 9th, 2010 at 15:45 | #4

    DILIPBHAI, WELL DONE AND TONS OF CONGRATULATIONS.

  1. No trackbacks yet.