Home > આશિત દેસાઈ, ગઝલ, નયન દેસાઈ, હેમા દેસાઈ > માણસ ઉર્ફે – નયન દેસાઈ

માણસ ઉર્ફે – નયન દેસાઈ

November 27th, 2007 Leave a comment Go to comments
સ્વર:આશિત દેસાઈ, હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

Please follow and like us:
Pin Share
  1. November 27th, 2007 at 09:35 | #1

    ચાલો આ સઁબઁધો….

    સરસ ગઝલ છે.

  2. સુરેશ જાની
    November 28th, 2007 at 18:13 | #2

    આનું કોઈ રસદર્શન કરાવે તો મજા આવે.

  3. kalapi
    December 26th, 2007 at 17:55 | #3

    ગાયક બેલડી ઉફ્રે આસિત – હેમા ઉફે અલ્ટિમેટ ઉફ્રે સુપર ઉફે જલસો
    શતમ જીવમ શરદ!!!!!!!!!!!!

  4. Manu Patel
    August 23rd, 2008 at 18:23 | #4

    માનવ ઉર્ફે
    યાદો ઉર્ફે
    સમય ઉર્ફે
    જિન્દગિ ઉર્ફે
    ભુલિ જવનિ ઘત્ના ઉર્ફે

  5. April 6th, 2010 at 15:44 | #5

    khub laamba samay baad ”maanas urfe…” rachana saambhalva mali. maja maja padi gai..aaje, aa urfe-kruti fari thi jibhe chadhavi deva badal aabhar.

  6. PUSHPA
    May 31st, 2013 at 05:19 | #6

    જીવનનું સત્ય પ્રગટ્યું છે . સુન્દર આનંદ મળ્યો. આભાર

  1. No trackbacks yet.