અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને – વિવેક મનહર ટેલર
મિત્રો,
આજે રણકારની સાથે સાથે આપણા વ્હાલા કવિ વિવેક ટેલરનો પણ જન્મદિવસ છે. રણકાર તથા સૌ મિત્રો તરફથી વિવેકભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. સાંભળીએ તેમની જ એક ગઝલ.
સ્વરાંકન : મેહુલ સુરતી
સંગીત : મેહુલ સુરતી
ગાયક: અમન લેખડિયા
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
Related posts:









happy birthday to vivekbhai..
and congrats for nice song too
thanks to nirajbhai
ખુબજ અભિનન્દન dr. વિવેક — happy birthday
dr. kiran patel ahmedabad
વિવેકભાઇ ને જન્મદીવસના ખુબ અભિનદન. ગઝલ બહુજ સુન્દર.
જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
dear Vivek Bhai
congratulations and may you keep on writing the best of the Gazals
for another 100 years to come
god bless you
જિંદગીના ભેદ તારા બંધ મૂટ્ઠીમાં હતા;તું શાનથી આવ્યો હતો ને હાથ ખાલી જાય છે.
ને વર્ષગાંઠોતો જિંદગીના દોરને ટૂંકી કરે;તો વર્ષગાંઠે બેસમજ શું જોઈને મલકાય છે?
-સ્વ.શયદા સાહેબ.
આજના શુભ દિને શયદાસાહેબની ઉપર્યુક્ત વાતને પચાવવી જરા અઘરી લાગે એવી છે.
પણ’વિવેક’છો,’ટેલર’છો તો’સીવેલા હોઠ’ની ટેવ જેમ હજમ કરવી પણ ‘મનહર’છે.
પણ આપણે ક્યાં ‘શયદાસાહેબ’ છીએ?
આપણે તો રહ્યા આ ધરતીના કણ,જણ.
તો સ્વીકારો અમારી જનમદિની વધાઈ.
લખે રાખો આવું હજારો વર્ષ,વિવેકભાઈ.
વિવેકભાઇ ને જન્મ દિન મુબારક ..!
વિવેકભાઈને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ.
સહુ મિત્રો અને રણકાર.કોમનો ખૂબ ખૂબ આભાર!!!
Bahu saras gazal etalu j sundar composition,soothing,congrtas to rankar,happy birthday to Vivek bhai.
congrta 2 rankaar……….
HAPPY BIRTHDAY TO DR VIVEKBHAI,,,,,,,
SUPERB SIR.
આભાર્!!!
Good luck
મેહુલભાઈ ને સ્વરાંકન માટે અભિનંદન.વિવેકભાઈ ની ગઝલ ગમી અને અમનભાઈ સરસ ગયું છે