આલ્બમ: સમન્વય ૨૦૦૫
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: આશિત દેસાઈ
0:00 / 0:00
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ
અમને થાય પછી આરામ..
મોરલીના સૂરના ઓશિકા રાખો અડખે પડખે,
તમે નીંદમાં કેવા લાગો જોવાને જીવ વલખે;
રાત પછીથી રાતરાણી થઇ મહેકી ઉઠે આમ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.
અમે તમારાં સપનામાંતો નક્કી જ આવી ચડશું,
આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું;
નિંદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.