Home > ઉમંગી શાહ, ગરબા-રાસ, નિનાદ મહેતા, વિહાર મજમુદાર > કુમ કુમ શું આભ ખુલ્યું – વિહાર મજમુદાર

કુમ કુમ શું આભ ખુલ્યું – વિહાર મજમુદાર

September 28th, 2011 Leave a comment Go to comments
સ્વર:ઉમંગી શાહ, નિનાદ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસમાં;
માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસમાં,
હું તો સુતી ને ધબકારા જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..

ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણીનાં
દિવડા પ્રગટાવવાની વારતા..
ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

Please follow and like us:
Pin Share
  1. September 28th, 2011 at 10:20 | #1

    Hi Niraj
    Wishing you a very Happy Navaratri

  2. September 28th, 2011 at 10:43 | #2

    બહુ જ સુંદર રચના

  3. surbhi raval
    September 28th, 2011 at 17:22 | #3

    very nice

  4. M.D.Gandhi, U.S.A.
    September 28th, 2011 at 17:35 | #4

    nice garabo

  5. September 28th, 2011 at 18:22 | #5

    very nice garbo
    at navratri’s first day
    happy navratri to every one
    rupa

  6. September 30th, 2011 at 10:43 | #6

    નીરજભાઈ,

    સુંદર રચના, નવરાત્રીની આપને તેમજ આપના પરિવારને શુભેચ્છાઓ …

    આભાર !

  7. surbhi raval
    October 1st, 2011 at 20:40 | #7

    manbhavan rachana

  8. Niral
    October 2nd, 2011 at 14:35 | #8

    સુંદર રચના. વિહારભાઈનું રચેલું અને ઉમંગીએ ગાયેલું હોય એટલે સારું જ હોય.
    ઉમંગી પાસેથી વધારે આશા રાખું છુ.

    ધન્યવાદ.

    નિરલ.

  9. AJESHA
    October 3rd, 2011 at 06:34 | #9

    વિહાર
    વોન્દેર્ફુલ અંદ એફ્ફેચ્તીવે રચના
    સરસ સ્વએબદ્ધા અને ગવાયેલું

    વારંવાર સાંભળવાનું ગમે તેવું!
    પરાશર/ AJESHA.

  10. ashalata
    March 8th, 2012 at 12:15 | #10

    વારવાર સંભાળવું ગમે

  11. August 20th, 2013 at 08:05 | #11

    ખરેખર ખુબજ અદભૂત રચના. આવી જ બીજી VADHU ક્લાસીકલ રચનાઓ હોય તો મુકવા વિનંતી…!

  12. tia
    September 15th, 2017 at 21:01 | #12

    બીજા અંતરા માં સ્વર સાથે શબ્દો નો મેળ નથી થતો, સુધારા નો અવકાશ ખરો?

  1. No trackbacks yet.