Home > કેદાર ઉપાધ્યાય, કેદાર ઉપાધ્યાય, ગીત, મુકેશ જોષી > તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી

January 12th, 2012 Leave a comment Go to comments
સ્વરકાર:કેદાર ઉપાધ્યાય
સ્વર:કેદાર ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીયે જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવા હોય તોય કોઈના મારગથી કાંટાઓ શોધ્યાં ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યાં ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યાં છો ?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાનાસુરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

Please follow and like us:
Pin Share
  1. sanjaybodiwala
    January 12th, 2012 at 13:22 | #1

    khub…saras

  2. Harita
    January 12th, 2012 at 14:17 | #2

    વાહ
    જે પ્રેમ માં ના પડ્યા હોય તેમને પણ પડવાનું મન થાય તેવું આ ગીત છે
    તેના ગીતકાર અને સ્વરકાર ને મારા નમન છે, વારે વારે સાંભળવાનું મન થાય તેવું ગીત છે

  3. surekha
    January 12th, 2012 at 15:35 | #3

    beautiful

  4. ashalata
    January 12th, 2012 at 16:42 | #4

    ખુબ સરસ

  5. nirupam
    January 13th, 2012 at 03:01 | #5

    વાહ ……ખુબજ સુંદર……

  6. Anjanli1222
    January 13th, 2012 at 14:24 | #6

    wowwwwwwww!!!!! what a great song……. too much beautifulllllllllllll……………
    thanks a lot to admin.

  7. Rudraprasad Bhatt
    January 13th, 2012 at 18:07 | #7

    સમાજલક્ષી કેવી સુંદર કલ્પના, સાકાર થાય તો જગત સ્વર્ગ બની જાય. સરસ સંગીત સરસ બંદિશ અને ખુબ સરસ સ્વર

  8. hiral
    January 14th, 2012 at 06:45 | #8

    અતિઉત્તમ

  9. February 5th, 2012 at 02:34 | #9

    excellent lyrics and lovely composition + singing …

  10. Het Jani
    June 16th, 2012 at 10:53 | #10

    ખરેખર અદભુત wordings છે.. અને composition પણ અફલાતૂન છે… પણ ખરેખરો રાજા તો ગીતના શબ્દો જ છે… મુકેશ જોશી is rocking ….^^^ પ્રેમમાં ખરેખર થાય છે શું એ અને પ્રેમની વેદના સમજવી હોય તો આ ગીતથી વધારે સારું માધ્યમ નથી… આ ગીતનો સરલાર્થ પરમ સત્ય સમજાવે છે : ” પ્રેમ એટલે સંપૂર્ણ સમર્પણ , બીજું કઈ નહિ ” …..

  11. Jigisha Upadhyaya
    June 27th, 2012 at 06:06 | #11

    હ્રીદયને સ્પર્શે એવી વાત! જેણે પ્રેમનું દર્દ સહ્યું તેજ આ વાત જાણે!!!

  1. No trackbacks yet.