આપણા સંબંધ – ભાગ્યેશ ઝા
સ્વર: સોલી કાપડીઆ
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
—————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: વશિષ્ટ શુક્લ
Related posts:









આપણા સબંધો નામ વિનાનાં…
એથી કે,
મારે તને સબંધોનાં પાંજરે નોહનો પૂરવો,
જેથી કે,
તું રોજ યાદનું પંખી બની આવે ને મારા મનની બારીએ ટહુકી શકે.
nice song..bye soli kapadiya
ઋણાનુબંધ …!!!!!!!!!!!!!!!!!!
ભાગ્યેશ…………………….તમારી કલમને સલામ.
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના
કેટલા જનમ નુ મહેણુ રહેશે
બહુ જ સરસ રચના માણવાની મળી
મધુરુ મધુરુ ગ્ઇત
સોલ્ઇનો સ્વર માણ્યો
એક્દમ સરસ શ્બ્દો નુ સ્યોજન સરસ રચના
PRIYA NIRANJANBHAI;
SOLI NU AAGEET
SOOKI DALI NA FHOOL AME CHAAN UGI NE CHAANA MRIYE TAME AWO TE EK WAAT KRIYE……
….RATA GULAB NI YAAD MA NE YAAD MA ANSOO CHANOTHI THAEE JATA
KON JANE KEM HAVE JAZOO JIRVAY NHI MARVA DIYO TO MARIE………
TAME SAMBHLAWO NE…….EEEEEE.
AA GEET KAY ALBAM MA MALASHE TE PAN JANAWI KHUB KHUB ABHARI KARASHO……
bahu j mast 6………………
@chetu
હેલ્લો ચેતુ ..તમારું બ્લોગ જોયું હતું બટ હવે મળતું નથી so pls give me ur blog id..