Home > આશિત દેસાઈ, ગઝલ, જવાહર બક્ષી > ફરી ન છૂટવાનું બળ – જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ – જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.

  1. April 8th, 2008 at 10:18 | #1

    મને ઘણાયે તમારો સંબંધ પુછે છે…..

    Nice Gazal

  2. સુરેશ જાની
    April 8th, 2008 at 14:12 | #2

    બહુ જ ઉચ્ચ કક્ષાના કવી. 27 વર્શ ગઝલો લખ્યા પછી પહેલું પુસ્તક મ્રસીદ્ઘ્ધ કર્યું. હતું. તેમને સાંભળવાનો લ્હાવો અહીં ડલાસમાં મળ્યો હતો.
    તેમની જીવન ઝાંખી વાંચો.
    http://sureshbjani.wordpress.com/2006/08/10/jawahar_baxi/

  3. pragnaju
    April 8th, 2008 at 15:21 | #3

    ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ
    પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ…
    મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
    તમારી પણ કદી એવી દશા કરે કોઈ..!
    રચના જવાહર બક્ષી હોય,સ્વર આશીત દેસાઈનો હોય અને સંગીત તલત અઝીઝનું પછી પૂછવું જ શું?

  4. April 11th, 2008 at 22:18 | #4

    આ તો સુર અને સંગીત નો સંગંમ થઈ ગયો,
    ખુબજ સુન્દર રચના છે,અને સંગીત પન સરસ છે.

  1. No trackbacks yet.