મૈયરની માયા…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મૈયરની માયા છોડી, સાસરીયે જાય,
નાનેથી ઉછેરી હવે પારકી થઈ જાય;
આવી જગની રીત કોઈથી કાંઈના કહેવાય,
દીકરી ને ગાય બેઉ દોરે ત્યાં જાય.
એક બાજુ ખુશી થતી, આનંદ અપાર,
બીજી બાજુ આંખેથી આંસુડાની ધાર;
શરણાઈનાં સૂર હવે ઘેરા ઘેરા સંભળાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
માતાની મમતાને પિતાનો પ્યાર,
છોડી બધું જાય અનો ઉર ઊભરાય;
વિદાય લઈને લાડકી દીકરી માંડવેથી જાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
બાંધવ રોવે ને બેનડી રોવે,
હસી-હસી રડી-રડી સામું એતો જોવે;
આવજો કહેતાં આંખે આંસુ ના સમાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
દઉં છું આશિષ દીકરી અંબા કરશે સહાય,
અખંડ એવાતણ તારું રહેજો સદાય,
સુખી થાજો દીકરી હવે ભુલ્યું ના ભુલાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
ખુબ જ કરુણ ગીત છે…શબ્દે શબ્દે આંખો છલકાય છે..!!
કરુણ ગીત
તેમાં આ સાંભળતા તો આંખો છલકાઈ
એક બાજુ ખુશી થતી, આનંદ અપાર,
બીજી બાજુ આંખેથી આંસુડાની ધાર;
શરણાઈનાં સૂર હવે ઘેરા ઘેરા સંભળાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
અમે ચાર દિકરીઓને ચાર દેશમાં વસમી વિદાય આપી હતી તેની યાદ તાજી કરાવી!
આખરે ઉજાગરાનો અંત આવ્યો :
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજ વસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠવે છે :
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ –
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી –
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે.
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં?’
ખુબજ કરુણ ગીત, સાભળતા આખો માં આસુ આવિ જાય.
Atyant karun geet chhe.. darek maa-bape sathe besine sambhalva jevu… anahad lagani pradham…… Ak vinanti ke pratyek gheet (Kruti) ni cassate/c.d. kyathi prapta thai shake te pan geet sathe darshavsho to anand thashe… આભાર્……..
nice voice,words excellent and serene
Very Touching.. Xcellent job..
WONDERFUL. THOROUGHLY ENJOYED. REMINDED ME OF THE TIMES WHEN ALL MY SISTERS GOT MARRIED WHEN I WAS A CHILD AND GOT ANGRY AT THE BRIDEGROOMS FOR STEALING MY SISTER.
ભાઇ ! ગીતોના ગાયકોનાઁ નામો લખો ને !
જૂનાઁ નાટકોનાઁ અને લગ્નગીતો બહુ ગમે છે !
આભાર સૌનો !
wonderful
i remember my sister marrige in 1986.
i saw my sister go to herhouse.
that time my father not alive that time i too much realise
this song.
thanks,
pravin
ખુબ જ emotional સોંગ છે. અને ગાયું છે પણ સુંદર.