ઉંબરે ઊભી સાંભળું રે બોલ – મણિલાલ દેસાઈ
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
Related posts:









wow…thnx niraj…
આપની “રણકાર” નો રણકાર અહિ સુધી પણ પહોચી ગયો છે.
અહિ એટલે છેક નોર્થ પોલ નઝીક ફોર્ટ મેક્મર્રી – કેનેડા.
કહેવા માટે શબ્દો મળતા નથી….એવી અલૌકિક રચના ઓ ની ભેટ…
ઘણો આભાર
આભાર નીરજબભાઈ ! અને સોરી ! આ ગીતની ફરમાઈશ કરતા પહેલાં ફરીએકવાર અનુક્રમણિકા જોઈ જવાની જરૂર હતી.
very much enjoy. I recollcet my days pass with manilal at ahmedabad when I myself and my friends were studying in std, 10th.We had enjoy that days with him and his elder brother RANJITBHAI.Thanks neerajbhai
૧૯/૭ મનિલલ્નો જન્મ દિવસ અમે રાનેરિના કવ્યો વાન્ચ્યા ગાયા અને મનિલલ્નિ ઘનિઅમિ બધિ વતો કરઇ મનાવ્યો.ચિનુ મોદિ પન હાજર રહેલ અમિતા અને રનજિત્ ભઇ
અ
ekdam j saras 6………………
Thanx NirajBhai for uploading this song!! Wonderful song!
wonderful song ….
I have been hearing RANKAAR since 2008
Since there was some technical problem for hearing it in INDIA it was away from my heart.
Today it has reloaded and I am cheerful hearing ir again
Thank you Nirajbhai