દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
Related posts:









i have the same days…..since last 2 years….its really heart touching…thanks very much..
આ ગીતનાં ગાયક કોણ ચ્હે? રફીજીના અવાજમાં ખૂબ સરસ ઉઠાવ આપે ચ્હે.
આ ગીત બીજા કલાકારો એ પણ ગાયેલ છે. એ પણ અપલોડ થાય તો મજા પડે
આ જે અમારા મિત્ર ને અગિન સન્સ્કાર આપિને આવ્યા. મિત્ર મનોજ્ પુરોહિત્ ને આ ગજલ બહુ પ્રિય હ
તિ. તેમનિ યાદ મા મે ઘ્ર્રે આ ગિત સાભરુ.પ્રભુ તેમ્ના આત્માને શાતિ આપે.
રાજુ અને શિલા શાહ્
ટોરોન્ટો, કેનેડા જુલાઇ,૧૮,૨૦૦૮
i like this song very very much.i never miss any opportunity of listening this song.
“divaso judai na jai che e jase jarur milan sudhi
mane hath jali ne lai jase have satru o swajan sudhi”
Satat sambhalvanu man thay evi rachana che. Khub j saras
આભાર,
શક્ય હોય તો રફીજી ના અવાજ વાલુ ગીત રજુ કરવા વિનતી…
મારી પ્રિય ગઝલ ઘણા વખતે સાંભળી !આભાર.
Purushottambhai sings this one real real good.
Beautiful and heart touching song, thanks for uploading it.
ના ધરા સુઉધિ ના ગગન સુધિ ના ઉન્નતિ ના પતન સુધિ
બસ અપ્ને તો જવુઉ હતુ બસ એક મેક ના મન સુધિ
Nice lines…..
ghor andhar chhe aakhi avani upar, to jara dosh ema amaro y che
ek to kai sitara nahota ugya, ne ame pan shama o bujavi didhi
please add this line to this song
@Ravindra
Sorry it was mu mistak
Sorry it was my mistake
આ ગાયક કોન?
આ ગઝલ ના ગાયક છે શ્રી સોલી કાપડિયાજી . પણ મને તો શ્રી શ્રી રફી સાહેબ વળી જ ગમે છે.
@Neela
ના ધારા સુધી ના ગગન સુધી, નહિ ઉન્નતી ના પતન સુધી…….
ફક્ત અપને તો જાવુ હતુ, બસ એક મેક ના મન સુધી……….
ખુબ સરસ ગઝલ છે I just love this gazal…………..
આ ગઝલ ની અમુક કડીઓ ગીત માં નથી. જેવી કે
“હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.”"
મારે આ કડી સાથી નું ગીત જોઈ એ છે.
જો કોઈ ની પાસે હોય તો હું એમનો ખુભ આભારી રહીશ.
BHAUMIN
THANKS.GREAT N HEART TOUCHING SONG.
its really a appreciating work
ક્યાં જવાના ક્યાં હતા એ કસાન ભંગુર જીવન નુજ આ સાતત્ય છે. વર્ષો નો પ્રેમ અને કસાન નો લય એજ અનંત નો નિયમ છે/