Home > અંકિત ત્રિવેદી, ગીત, પાર્થિવ ગોહિલ > મેઘલી શ્યામલ એક રાતે – અંકિત ત્રિવેદી

મેઘલી શ્યામલ એક રાતે – અંકિત ત્રિવેદી

September 9th, 2008 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

Please follow and like us:
Pin Share
 1. kedar
  September 9th, 2008 at 15:15 | #1

  ખૂબ સુન્દર ગીત …
  લાગણીસભર શબ્દો….
  અને….
  પર્થિવ નો કમ્પિત અવાજ્….
  મજા આવી ગઇ…

 2. pragnaju
  September 9th, 2008 at 15:30 | #2

  અંકીતની સરસ રચના
  નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
  અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
  મને યાદ છે.. તને યાદ છે?
  યાદ આવી
  તારા વગર હું – કવિ વગર કવિતાની ઉપમની વાત નથી,
  વાત છે ખુલ્લી આંખે જોયેલા એક સપનાંની.
  પાર્થિવનાં સ્વર માણી ન શકાયા
  કદાચ તોફાની મૌસમને કારણે હોય

 3. September 9th, 2008 at 16:23 | #3

  લાગણીભીનાં શબ્દો અને સ્વર … હૃદયને સ્પર્શી ગયાં…! ત્રીજા અંતરામાં તો…! દર્દની લકીર….

 4. September 9th, 2008 at 19:53 | #4

  શબ્દ અને સૂરનો સુભગ સમન્વય….
  સ્વરાંકન કોનું ??

 5. September 9th, 2008 at 20:35 | #5

  અઁકિતભાઇની રચના પાર્થિવભાઇના સ્વરે ગમી.

 6. September 11th, 2008 at 15:48 | #6

  અન્કીત ભાઇ,
  ખુબ જ સરસ રચના.
  ઘણઉ ગમ્યુ,
  સ્વર પણ ખુબ સરસ.
  અભાર.

 7. Prashant
  September 13th, 2008 at 19:11 | #7

  વાહ્! જીવવાની જન્ખનાઓ સાથે લુટી…પછી તારીખના પાનામા વર્શો વિત્યા!!
  ખુબ અન્દાજ છે!

 8. September 21st, 2008 at 19:32 | #8

  સુમધુર ગીત ખુબ ગમ્યુ.

 9. Hiren Soni
  July 17th, 2009 at 12:40 | #9

  Su kahu tamne? man ne bhinjavavaa maate aavdu motu kaaran sodhi kaadhyu aape! have to kavitaa naa raspaan karvaa maate, saahityaprem ke kalaakaar hovaana kaarano bahu xshin laage chhe. Rankaar no naad maaraa rom rom maa ghatmaad sarjine gunjyo chhe! Ek navaa romaanch no anubhav karaavaa badal aabhaar.
  Aashaa karu chhu ke maari tuchh kavitaao ne thodi jagyaa tamaara rankaar rupi ratnaakar maa praapt thaay………….

 10. veena purohit
  August 21st, 2011 at 20:23 | #10

  નીરજભાઈ,
  અંકિતભાઈનું કાવ્ય-ગીતો સાંભળવાની એટલી મજા આવે છે કે બસ એમ થાય કે હજુ થોડું વધુ સાંભળીએ.
  નીરજભાઈ, તમને અમારા શ્રોતાજનોના ખુબ ખુબ અભિનંદન .તમારો આ સુંદર પ્રયાસને ઉત્તરો ઉત્તર આગળ વધવાની પ્રેરણા આપે એજ અભિલાષા અંકિતભાઈ ના કાવ્ય-ગીતોની રસાલાન અને બહાર વરસાદનું આવાગમન,દિલમાં એક રોમાંચક તોફાન મચાવે છે .કામનો થાક જ નથી મેહસૂસ થતો .અલબત્ત આપના ઘણા કાવ્ય-ગીતો,ગરબા-રસ, લોકગીતો ગઝલો, ભજનો વગેરે એટલાજ ગુણવત્તા અને મનોહારી છે.છેલ્લે આપની આટલી મહેનત અને લગન બદલ ખુબ ખુબ આભાર. વિના

 11. શુભમવ્યાસ
  June 17th, 2018 at 18:05 | #11

  ખૂબ ખૂબ સરસ રચના..સાહેબ..
  બહુજ સરસ lyrics .

 1. No trackbacks yet.