Home > કમલેશ સોનાવાલા, ગઝલ, શાન > નૈનોથી જ્યાં મેં જોયા – કમલેશ સોનાવાલા

નૈનોથી જ્યાં મેં જોયા – કમલેશ સોનાવાલા

October 10th, 2008 Leave a comment Go to comments

સ્વર: શાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈનોથી જ્યાં મેં જોયા તમે દિલમાં વસી ગયા,
બંઘ કર્યા નયન તો તમે પાછા મળી ગયા.

આકાશની બુલંદિમાં તમે ક્યાં ક્યાં છૂપી ગયા,
સૂરજ ઢળી ગયો તો સિતારામાં ભળી ગયા.

જીવનની કપરી વાટમાં તમે સંતાઈ ક્યાં ગયા?
પુષ્પોની મહેક આવતાં અમે કાંટા ભૂલી ગયા.

લાગ્યું છે આ ગ્રહણ કે તમસમાં ભળી ગયા,
ઝુલ્ફો ઉઠાવો ત્યાં જ તમે ચાંદ થઈ ગયા.

મારી ગઝલ કિતાબમાં તમે અકબંધ થઈ ગયા,
બાકી રહેલા પાનાં ભલે કોરાં રહી ગયા.

Please follow and like us:
Pin Share
  1. October 13th, 2008 at 07:45 | #1

    વાહ્… કમાલ કરી છે શાને તો !!

  2. Naishadh Pandya
    October 13th, 2008 at 10:46 | #2

    SUNG GOOD BY SHAN AND GOOD POETRY

  3. October 13th, 2008 at 22:03 | #3

    સુંન્દર છે ગાયકી શાન ની,અને સરસ મજા નું ગીત બહજ મજા આવિ ગઈ.

  4. Pravin Shah
    October 14th, 2008 at 07:27 | #4

    સોનાવાલાની સોના જેવી ગઝલ શાનથી ગાઈ છે શાને !

  5. pragnaju
    October 15th, 2008 at 16:21 | #5

    લાગ્યું છે આ ગ્રહણ કે તમસમાં ભળી ગયા,
    ઝુલ્ફો ઉઠાવો ત્યાં જ તમે ચાંદ થઈ ગયા.
    સુંદર શબ્દો મધુરી ગાયકી

  6. Setu Shah
    November 7th, 2008 at 05:40 | #6

    what a beautiful song. i really love it. the words and the lyrics are mind blowing. thank you so much for such a beautiful song.

  1. No trackbacks yet.